ભારતીય બનાવટના વિદેશીદારૂનો કિં.રૂ.૨.૫૨,૫૦૦/-નો જથ્થો પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઇ ગઢવી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા જયદેવસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હિતેશગર ઉર્ફે ફડો દેવગર ગોસ્વામી રહે. પ્રભુનગર પહેલા સ્વામીનારાયણ નગર કોડકી રોડ, ભુજવાળો પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી અને તેનું વહેચાણ કરે છે. અને હાલે તેની આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.૨.નં. ૮૫૭/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫-(એ)(ઈ), ૧૧૬(બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ.૨,૫૭,૫૦૦/-

  • ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ- ૧૫૭ કી.રૂા. ૨,૫૨,૫૦૦/-
  • મોબાઇલ ફોન નંગ – ૦૧, કી.રૂા. ૫,૦૦૦/-

હાજર મળી આવેલ આરોપી

  • હિતેશગર ઉર્ફે ફડો દેવગર ગોસ્વામી, ઉ.વ.૩૮ રહે. પ્રભુનગર પહેલા સ્વામીનારાયણ નગર કોડકી રોડ, ભુજ મુળ રહે. ફલેટ નંબર- ૨૦૨, પ્રશાંતપાર્ક- ૦૨, મહાવિરનગર, ભુજ