પ્રમુખ શ્રી વૈભવ કોડરાણી અંજાર નગરપાલિકા, કચ્છના અધ્યક્ષસ્થાને મહિલાસ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ


રોજગાર મેળામાં ભાગ લેનાર ૪૮૩ માંથી ૧૮૧ લાભાર્થીની નોકરીમાં પ્રાથમિક ધોરણે પસંદગી
કરવામાં આવી
કચ્છ જિલ્લામાં તા. ૦૧ થી ૦૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત
મહિલા બાળ વિકાસ વિભાગના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા મહિલા બાળ અધિકારીની
કચેરી અને રોજગાર કચેરી તેમજ શ્રી શ્રધ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ-ભુજના સંયુક્ત ઉપક્રમે અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી
વૈભવ કોડરાણીના અધ્યક્ષસ્થાને “મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજવણી અન્વયે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં
આવ્યું હતું.મહિલાઓને રોજગાર અને સ્વ રોજગાર મળી રહે તે માટે વિવિધ કંપનીઓ અને ઘરે બેસીને કામ આપી શકે તેવા
નોકરી દાતાઓને આમંત્રિત કરવામાં આવેલ હતા તેમજ લોન અને તાલીમ આપતા વિવિધ સરકારી વિભાગો પણ ઉપસ્થિત
રહ્યા હતા.
આ રોજગાર મેળામાં મુખ્ય મહેમાનો દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દિકરી યોજનાના કુલ ૫
મંજુરી હુકમ તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ૫ હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. મેળામાં રોજગાર મળી રહે
તે માટે કુલ ૫૨૨ લાભાર્થીઓ હાજર રહ્યા હતા. વિવિધ કંપનીઓમાં કુલ ૧૮૧ લાભાર્થીઓની પ્રાથમિક ધોરણે પસંદગી
કરવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલ , રોજગાર અધિકારી શ્રી મનીષાબેન
સાવનિયા,શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખશ્રી મીતાબેન ગોર, મિલાપભાઈ –(આર.એસ.ઈ.ટી.આઈ )ફેકલ્ટી મેમ્બર તેમજ
રશ્મિબેન સોલંકી નગરપાલિકા પ્રમુખશ્રી ભુજ, , વગેરે મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા મહિલા અને બાળ
અધિકારીની કચેરીની ટીમ તેમજ મીતાબેન ગોરએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.