ધાણીપાસા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

a9b13c66-7745-454c-bd59-36f79d1d6636

copy image

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ(ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી. બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ દારૂ-જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ,

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નખત્રાણા પો.સ્ટે. ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે સુરલભીટ ડુંગર પાસે બાવળોની ઝાડીમાં અમુક ઇસમો ધાણીપાસા વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રહેલ છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી તમામ આરોપીઓને કોર્ડન કરી રોકડ રૂપિયા ૧૦,૨૨૦/- તથા ધાણીપાસા નંગ-૦૨ જેની કિ.રૂ.00/- એમ કુલ્લે રૂ.૧૦,૨૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામુ:-

(૧) ભરત માવજીભાઈ ગરવા ઉ.વ.૩૫ રહે. સુરલભીટ નખત્રાણા

(૨) પ્રવિણભાઈ સામતભાઈ મહેશ્વરી ઉ.વ.૫૧ રહે. સુરલભીટ નખત્રાણા

(૩) બાબુલાલ ગોવિંદભાઈ વાઘેલા ઉ.વ.૫૦ રહે.સુરલભિટ નખત્રાણા

(૪) ભીખાભાઈ વંકાભાઈ રબારી ઉ.વ.૪૦ રહે.સુરલભિટ નખત્રાણા

(૫) રાજેશ વેલજીભાઈ જોષી ઉ.વ.૫૮ રહે.જીલ રેસીડેન્સી નખત્રાણા
કબ્જે કરેલ મુદ્દામાલ:-

રોકડા રૂપિયા ૧૦,૨૨૦/-

ધાણી પાસા નંગ-૦૨ જેની કિં.રૂ.૦૦/-

એમ કુલ્લે રૂ.૧૦,૨૨૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ ના માર્ગદર્શન અને સુચના હેઠળ એ.એસ.આઇ. સબીરભાઇ બાયડ પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મેહુલભાઇ જોષી પો.કોન્સ. મીતકુમાર પટેલ તથા વિપુલભાઇ ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.