મો.સા ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી અંજાર પોલીસ

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મિલકત સંબંધી (વાહન ચોરીના) ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોઈ
જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે પોલીસ સ્ટાફના માણસો અંજાર પો.સ્ટે વિસ્તારમાં ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે આશાબા-વે બ્રીજ પાસે આરોપીને ચોરીમાં ગયેલ મો.સા. સાથે પકડી પાડી આરોપીને ચોરી બાબતે ઉંડાણપુર્વક યુકતિ-પ્રયુકૃતિથી પુછપરછ કરતા સદર મો.સા આરોપીએ એક મહિના પહેલા અંજારમાં શહેરમાં આવેલ અભિષેક કોમપ્લેક્ષ પાસેથી બપોરના સમયે ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોઈ જેથી આરોપી પાસેથી મો.સા રિકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી :-
નરેન્દ્રસિંહ ગોપાલસિંહ રાજાવત (રાજપુત) ઉ.વ.૩૫ રહે.મકાન.નં.૭૪ રવેચીનગર મેઘપર બોરીચી તા.અંજાર કચ્છ
શોધાયેલ ગુનો:-
અંજાર પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૮૮૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ-303(૨) મુજબ
રીકવર કરેલ મુદ્દામાલ :-
(૧) હિરો સ્પલેન્ડર ૨જી. નં. જી.જે.૧૨-ડી.કે.૧૬૯૨ જેની કિ.રૂ.૨૦, ૦૦૦ /-
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી બી.એસ.ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.