સરહદ ના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

રક્ષા બંધનના આગલા દિવસે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ રાપર તાલુકાનાં લોધ્રાણી BSF પોષ્ટ
કુડા ૮૪ બટાલીયન કોસ્ટલ એરિયામાં ભાજપા મંડલ, વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને રાપર વિસ્તારની બહેનો સાથે
જઇ રક્ષા બંધન ત્યોહાર ની ઉજવણી કરી છે.
ભારત તહેવારો નો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું
પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. અને ભાઈ બહેન ના સુખ દુખ માં સહભાગી
થવાનો વચન આપે છે. તેમ જણાવતા સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે.
પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમ ની રક્ષા કરતાં
સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઇ છે. રક્ષા બંધનના વતન થી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત
હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે
વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર – સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી
રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે. તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતુ.
લોધ્રાણી BSF ૮૪ બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ “0” પોઇન્ટ પર ફરજ બજાવતા દરેક
જવાનો ને મીઠાઇ નું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ તથા સહભોજન લીધું હતું. આ પ્રસંગે મહાનુભાવોમાં સી.ઓ ૮૪
બટાલિયન બી.એસ.એફ. શ્રી અનિલ કુમાર યાદવ શ્રી અક્ષય શર્માએ આવકાર આપી બટાલિયન જવાનો નો પરિચય આપ્યો હતો.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ વીર જવાનો ને બિરદાવયા હતા. આ સાથે જનકસિંહ જાડેજા – જિલ્લા પંચાયત અધ્યક્ષ, શ્રી
દિલીપભાઇ દેશમુખ (અંગદાન પ્રણેતાશ્રી), સર્વશ્રી રવિભાઈ ત્રવાડી, મોહનભાઇ ચાવડા, વિરમભાઇ આહીર, કિશોરભાઇ મહેશ્વરી,
મયૂરસિંહ જાડેજા, અલ્પેશભાઈ પટેલ, હિતેશભાઈ ગોસ્વામી, કૌશીકભાઈ બગડા, દીપકભાઈ ડાંગર, ચાંદ ઠક્કર, વાડીલાલ સાવલા,
નશાભાઈ દઇયા, જયદીપસિંહ જાડેજા, ડોલરરાય ગોર, કેશુભાઇ વાઘેલા, કાનજીભાઇ ગોહિલ, દિલિપ ધેડા, રામજીભાઇ મેરિયા,
વિનોદભાઇ થાનકી, શક્તિસિંહ ઝાલા, વિવિધ સરપંચો, કેશરબેન બગડા, મનીષાબેન વેલાણી, હસ્મીતાબેન ગોર, આશિકાબેન ભટ્ટ,
બબીબેન સોલંકી, બિન્દીબેન ભાટી, વીરીબેન સોલંકી રાબડીયા ઉર્વી બેન, માહી ભાટી, રાબડીયા પાર્વતીબેન, નિતાબેન પટેલ,
શર્મિલાબેન પટેલ, દીપાલીબેન શુકલા, નિશાબેન અંતાણી વિગેરે હાજર રહ્યા હતા. બહેનોએ રાખડી બાંધી સરહદ ના સંત્રીઓ ને
આશિષ પાઠવ્યા હતા. કાર્યક્રમ સંચાલન શ્રી રામજીભાઇ મેરીયા (ચોબારી) એ કરેલ તથા કલાકારોએ શૌર્ય ગીત તથા રક્ષાબંધન ના
ગીતો ગાયા હતા. આપણી બહેનો સાથે બી.એસ.એફ. માં સરહદે ફરજ બજાવતી બહેનોએ ગરબા રમી સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો.