ભચાઉમાં કિશોરી સાથે બદકામ કરતા ફરિયાદ
ભચાઉમાં એક ઘરમાં ઘૂસી કિશોરી સાથે બદકામ કરતા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સૂત્રો પરથી મળતી માહિતી ભચાઉ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત મોડીરાત્રે આ બનાવ બન્યો હતો. આડેસરનો વસીમ વલીમામદ સુમરા નામનો શખ્સ ભચાઉ આવ્યો હતો, જ્યાં એક ઘરમાં તેણે અપપ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી કિશોરી સાથે બદકામ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.