સિનુગ્રામાં વાડીમાંથી મોબાઇલની ચોરી

 અંજારના સિનુગ્રામાં વાડીએ સૂતેલા ખેડૂતના ઓશિકાં નીચેથી રૂા. 1000ના મોબાઇલની ચોરી કરી બે આરોપીઓ નાસી ગયા હતા. સૂત્રો પરથી મળતી માહિતી સિનુગ્રામાં રહેનાર ફરિયાદી ખેડૂત દેવજી લાખા મહેશ્વરી ગત તા. 15/9ના રાત્રે પોતાની વાડીએ હતા, તે ઘરના આંગણામાં સૂતા હતા, જ્યારે તેમનો દીકરો, પત્ની ઘરમાં સૂતા હતા ત્યારે મોડીરાત્રે અવાજ થતાં આધેડ જાગી ગયા હતા, ત્યારે ખાટલા પાસે બે શખ્સ બુકાની બાંધીને ઊભેલા નજરે પડયા હતા. ફરિયાદીએ રાડારાડ કરતાં તેમના પત્ની, દીકરો બહાર આવતાં આ બંને તસ્કર નાસી ગયા હતા. ફરિયાદીએ ઓશિકાં પાસે રાખેલો રૂા. 1000નો મોબાઇલ પણ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.