રાપર તાલુકા કોંગ્રેસ સમિતિનું રાપર ખાતે યોજાયું સંગઠન સૃજન અભિયાન


આજ રોજ રાપર ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ પ્રમુખ માન. મલ્લિકાર્જુન ખરગેજી તથા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીજીના આદેશ અનુસાર સૃજન સંગઠન યોજાયું હતું જેમાં આગામી સંગઠન વધુમાં વધુ મજબુત બનાવવા આહવાન કર્યું. નિરિક્ષકશ્રી નુસરતભાઈ પાંજા અને સંજયભાઈ સહીત કચ્છ કોંગ્રેસ સમીતીના પ્રમુખશ્રી દ્વારા નાનામાં નાના કાર્યકર્તાશ્રી નો અભિપ્રાય લઈને સેન્સ પ્રક્રિયા કરી હતી.તેમજ આજ રોજ યોજાયેલ સૃજન સંગઠનમાં બહાર થી આવેલ મહેમાનશ્રીઓ એ આવેલ તમામ નાનામાં નાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને કાર્યકર્તાશ્રીઓની વાતો સાંભળી હતી.આ સમયે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભીખુભાઈ સોલંકી , રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી બાબુભાઈ ચૌધરી , રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અશોકભાઈ રાઠોડ , રાપર નગર પાલિકાના કોંગ્રેસ કાઉન્સીલરશ્રી અરવિંદભાઈ માલી , ઈશ્વરભાઈ સોની , ધનજીભાઈ ગોહિલ , પરબતભાઈ કારા , સુખુભા જાડેજા , હેતુભા સોઢા , મહિન્દ્રસિંહ ઝાલા , જશુભા , રાપર તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ મણવર , બબાભાઈ ઉમટ , રાયમલભાઈ , વિનોદભાઈ ઠાકોર , કેશરભાઈ , બાબુલાલ દવે , પરેશભાઈ દવે સહીત બહોળી સંખ્યામા રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવારના સક્રિય કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.