અમદાવાદમાં શિવાલિક’ બિલ્ડિંગમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી
copy image

અમદાવાદમાં શિવાલિક’ બિલ્ડિંગમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત ITC નર્મદા હોટલની નજીક આવેલ ‘શિવાલિક’ બિલ્ડિંગમાં આ ઘટના બની હતી. અચાનક અહી આગ ભભૂકી ઉઠતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં ઊંચે સુધી આગના ધૂમાડાના ગોટેગોટા જોવા મળી આવેલ હતા. અહી કામ કરતા અનેક લોકો અહી ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડ દ્વારા અંદાજે 100 જેટલા લોકોનું સુરક્ષિત રીતે રૅસ્ક્યૂ કરવામાં આવેલ હોવાની વિગતો સામે આવી છે.