અમદાવાદમાં “દેવાંગ મહેતા આઇટી એવોર્ડ્સ 2025” તથા “મેવરિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025″નું આયોજન કરાયું.


અમદાવાદમાં “દેવાંગ મહેતા આઇટી એવોર્ડ્સ 2025” તથા “મેવરિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025″નું આયોજન કરાયું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ સ્વ. દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે, જે એકદૂરદર્શી લીડર હતા. અમદાવાદના ઔડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ (DMFT) દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના સંયુક્ત પ્રયાસોથી આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવાંગ મહેતાની જન્મજયંતિ પર દર વર્ષે આયોજિત, તેઓ તેમના વારસાની ઉજવણી કરે છે અને ભારતમાં IT નેતાઓની આગામી પેઢીને પ્રેરણા આપે છે.આ સાથે જ દેવાંગ મેહતા મેમોરિયલ લેક્ચર 2025નું આયોજન કરાયું હતું કરાયું હતું, જેના મુખ્ય વક્તા ડૉ.આનંદ દેશપાંડે હતા. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી,ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડ (અ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કંપની)ના સહયોગથી આયોજિત આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ઈજનેરો માટે ટેલેન્ટ પૂલ બનાવવાનો અને ભાવિ મેરીટોરીયસ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સમક્ષ પ્રદર્શિત કરવાનો, કૌશલ્યના અંતરનું મૂલ્યાંકન કરવાનો અને પ્રદેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે. આ પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સની 13મી આવૃત્તિ છે, જે ગુજરાતના આઈટી ક્ષેત્રની અનન્ય યુવા પ્રતિભાને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ પ્લેટફોર્મ છે.
રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.