ત્રંબો ગામની સીમ વિસ્તારમાંથી ગૌવંશનું કતલખાનું પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઇસમો તથા ગેરકાદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગોવંશના માંસના વેચાણની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમા એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, નવિનભાઇ જોષી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પંકજભાઈ કુશવાહ તથા અનિરૂધ્ધસિંહ રાઠોડના ઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ તાલુકાના વરનોરા ગામે રહેતો અરબાજ જુમા મમણ ગૌ અથવા ગૌવંશનું કતલ કરીને તેના માંસનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરી કરાવડાવી તે ગૌવંશના અવશેષોનું ચોરીછુપી રીતે નાશ કરવા સારૂ પોતાના કબ્જા ભોગવટાની બોલેરો મેકસીટ્રક લ્સ રજી.નં. GJ 01 HT 4048 વાળીમાં ભરીને ત્રંબો સીમમાં બાવળોની ઝાડીઓમાં નાખવા માટે ગયેલ છે અને હાલે તે ઈસમ પોતાના કબ્જા ભોગવટાના વાહન સાથે તે જગ્યાએ હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા અરબાજ જુમા મમણ ઉ.વ.૨૪ રહે. નાના વરનોરા તા.ભુજવાળો મળી આવેલ જેથી મજકુર ઇસમના કબ્જાના વાહનમાં તપાસ કરતા અંદર એક ખાખી કલરના કંતાનમાંથી ગૌવંશના અવશેષોના ટુકડા તથા મોઢાના હાડકા તેમજ બાવળોની ઝાડીઓની ઓથમાં પટમાં પણ ગૌવંશના અવશેષોના પગના ટુકડા તેમજ ચામડી (ખાલ) શરીરના ભાગો (અવશેષો) મળી આવતા આ અવશેષો બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, આ અવશેષો ગૌ-વંશના છે અને પોતે ગૌ-વશનું કતલ કરી તેના અવશેષોનો ચોરીછુપી રીતે નિકાલ કરવા સારૂ પોતાના કબ્જા ભોગવટાની બોલેરો મેકસીટ્રક પલ્સ લઈને સદર જગ્યાએ આવેલ હોવાની હકિકત જણાવેલ જેથી સદર ગાય(ગૌવંશ)ના માંસ બાબતે વેટરનરી ડોકટરશ્રીનો સ્થાનિકે આવવા સંપર્ક કરેલ અને વેટરનરી ડોકટરશ્રી દિક્ષીત કે. પરમાર સાહેબ સ્થાનિકે આવી તપાસણી કરી આ ગાય(ગૌવંશ)નુ માંસ હોવાનું જણાવેલ. જેથી મજકુર આરોપી ઉપર માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૪૬૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૨૯૯,૩૨૫,૨૩૮ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ-૫(૧),(૧-૩),૮(૨)(૪),૧૦ તથા પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમ-૧૧(૧)(એલ) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

  • કબ્જે કરેલ મુદામાલ
  • ગૌવંશના માલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બોલેરો મેકસીટ્રક લ્સ રજી.નં. GJ 01 HT

4048 डि.३. 3,00,000/-

: આરોપીઓ

  • અરબાજ જુમા મમણ ઉ.વ ૨૪, રહે. નાના વરનોરા તા. ભુજ