ભુજમાંથી 6.71 લાખની મતાની તસ્કરી

ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાંથી 6.71 લાખ રૂપિયાની ઘરફોડ તસ્કરી થઈ હોવાની ભુજ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઇ છે. આ બનાવની ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો પ્રમાણે ભરતભાઇ ધીરજભાઈ કટ્ટાએ ફરિયાદ લખાવી છે કે, પોતાના રહેણાંક મકાનના દરવાજાના તાળાં તોડી રસોડામાં રાખેલ કબાટના લોક તોડી કબાટની અંદર રાખેલા રોકડ રૂ. 50,000 તથા સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. 5.81 લાખ મળી કુલ 6.71 લાખની કોઈ અજાણ્યા ઇસમો તસ્કરી કરી ગયેલ છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ તસ્કરીનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *