“ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાઇકલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચૌધરી, નરેશભાઇ પ્રજાપતી તથા ડ્રા. અશ્વીનભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જે નળ વાળા સર્કલ થી આત્મારમ સર્કલ તરફ મોટર સાઇકલ લઇને આવી રહેલ છે અને તે મોટર સાઇકલની આગળ તથા પાછળની સાઈડ નંબર પ્લેટ લગાડેલ ન હોય અને તેના કબ્જામાં રહેલ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મળેવેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા નાઝીર દાઉદ શેખ ઉ.વ.૨૭ રહે. હેમલાઇ ફળીયુ અંજારવાળો મળી આવેલ જેથી મજકુર ઇસમ પાસે મોટર સાઇકલ બાબતેના આધાર પુરાવાઓની માંગણી કરતા કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનુ જણાવેલ જેથી મોટર સાયકલના ચેસીસ નંબર પરથી માહિતી મેળવી બાઇકના મુળ માલિક નો સંપર્ક કરતા જણાવેલ કે મારૂ બાઇક મારા ઘરે ગાયત્રી સોસાયટી, અંજાર મધ્યેથી રાત્રીના ભાગે ચોરી થયેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મોટર સાઇકલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • કબ્જે કરેલ મુદામાલ

» હોન્ડા કંપનીની મો.સા. એન્જીન નંબર JC36E2429275, ચેસીસ નંબર ME4JC36DGB8148364 કી.રૂા. ૨૦,૦૦૦/-

  • મોબાઇલ ફોન નંગ – ૦૧, કિં.રૂ.૧,૦૦0/-

→ પકડાયેલ ઇસમ

નાઝીર દાઉદ શેખ ઉ.વ.૨૭ રહે. હેમલાઇ ફળીયુ, અંજાર તા.અંજાર