ધાણીથર નજીક બાઇક પર લઈ જવાતો દારૂ મળ્યો શખ્સ પલાયન

રાપર તાલુકાનાં ધાણીથરથી ગાગોદર જતાં રસ્તા પર બાઇક મારફત દારૂની હેરફેર કરી રહેલા પર ઇસમને પોલીસે ઉભા રહેવાનો ઈશારો કરતાં બાઇક મુકી કીડીયાનગરનો ઈસમ નાસી છૂટયો હતો, તેના કબજામાંથી પોલીસને રૂ.2,200 ની કિંમતનો દારૂ અને બિયર મળી આવતા બાઇક સહિત કુલ રૂ. 22,200 નો મુદામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, આડેસર પોલીસ ગત સાંજના અરસામાં ધાણીથર અને ગાગોદર વચ્ચે પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન જીજે 12 સીએ 5586 નંબરના બાઇક ચાલકને ઉભા રહેવા ઈશારો કરતાં તે બાઇક મુકી નાસી છૂટયો હતો. પોલીસે બાઈકની ડીકીમાં રાખેલો રૂ.2,200 ની કિંમતના અંગ્રેજી દારૂની 3 બોટલ, 3 ક્વાર્ટરીયા અને બિયરના ચાર ટીન મળી આવ્યા હતા. તલાશી કરતાં બાઇક મુકી નાસી ગયેલો દારૂની હેરફેર કરનાર કીડીયાનગરનો રમેશ વેલાભાઈ ઉજાણી હોવાનું જાણવા મળતા તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *