પ્રશિક્ષણ વર્ગ એટલે કાર્યકર્તાનું વૈચારિક, નૈતિક અને માનવીય મૂલ્યોનું ઘડતર કરતી શાળા


જિલ્લા ભાજપ દવારા ગાંધીધામ અને રાપર વિધાનસભા માટે પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું.કચ્છ જિલ્લા ભાજપ દવારા જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની માં જિલ્લા ભરમાં ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગાંધીધામ અને રાપર વિધાનસભા માટેનો વર્ગ આદિપુર ખાતે અને રાપર ખાતે યોજવામાં આવ્યો હતો.ભારતીય જનતા પાર્ટી માં શક્તિ કેન્દ્ર ની રચના કરવામાં આવી છે અને દરેક શક્તિકેન્દ્રમાં સંયોજક ની નિમણુંક કરવામાં આવે છે ત્યારે શક્તિ કેન્દ્ર ના સંયોજકો ને કરવાની કામગીરી બાબત, લોકો વચ્ચે જઈ કામગીરી કરવા બાબત, સરકારની યોજનાઓ નો યોગ્ય પ્રચાર પ્રસાર સહિત પાર્ટી માં તેમની જવાબદારી જેવી બાબતો અંગે આગેવાનો દવારા માહિતગાર કરવા માટે આ પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જેવી વિશાળ પરિવાર ધરાવતી પાર્ટી માં શક્તિ કેન્દ્રના સંયોજકો એ પાર્ટી નું અભિન્ન અંગ છે અને તેમને કરવાની થતી કામગીરી અંગે તેમજ લોકો સાથે સતત સંપર્ક માં રહેવા માટે પાર્ટી દવારા આવા વર્ગો નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટી ના આગેવાનો દવારા સંયોજકો ને માર્ગદર્શન આપી સરકાર ના કાર્યો ની માહિતી લોકો સુધી પહોંચે તેમજ પાર્ટીનો વ્યાપ વધે તે પ્રકારના કાર્યો કરવા પ્રેરણા આપવામાં આવે છે.રાપર ખાતે જિલ્લા ભાજપ દવારા આયોજિત આ વર્ગમાં જિલ્લા ના આગેવાનો-વક્તાઓ સુરેશભાઈ સંઘાર દવારા શક્તિકેન્દ્ર સંરચના, સંકલ્પના તથા ભૂમિકા અને બુથ લેવલે કરવાના 6 કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા.હિતેષભાઇ ખંડોરે ચૂંટણી ના સમયે શક્તિકેન્દ્ર ના સંયોજકની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું,વિકાસભાઈ રાજગોરે ભાજપના ઇતિહાસ તેમજ વિકાસ ની ગાથા વર્ણવી ભાજપ એક પરિવાર અને ભાજપ માં અનુશાસન અંગે જીણવટપૂર્વક ની માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું.સોશિયલ મીડિયા ના વરુણભાઈ ઠકકરે સરલ એપ, નમો એપ વિશે સમજણ આપી સોશિયલ મીડિયા ના ઉપયોગ અને વોટ્સઅપ ગ્રુપ નું કેવી રીતે સંચાલન કે ઉપયોગ કરવું તે અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.બાલકૃષ્ણભાઈ મોતાએ ચર્ચા સત્ર માં વક્તા તરીકે રહી સંયોજકશ્રીઓને કરવાની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરી હતી.રાપર ખાતે સત્ર માં વિવિધ વિષયો પર માર્ગદર્શન બાદ અંતમાં સમાપન સત્ર માં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સંયોજકશ્રીઓ સાથે પ્રશ્નોત્તરી, સમાધાન તેમજ સમાપન માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર વર્ગના વાલી તરીકે ભાવેશભાઈ પટેલ રહ્યા હતા અને વર્ગ સંયોજક તરીકે હેમંતભાઈ શાહ તેમજ વ્યવસ્થામાં સાથે ક્પલેશભાઈ પટેલ રહ્યા હતા.વર્ગના પ્રારંભે તમામ સંયોજકશ્રીઓનું બાલિકાઓ દ્વારા તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન સત્ર થી વર્ગની શરૂઆત થયેલ હતી. રાપર ખાતેના તમામ સત્રોના સત્ર અધ્યક્ષ તરીકે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રહ્યા હતા જયારે વિવિધ સત્રોના સત્ર સંચાલક તરીકે મહેન્દ્રસિંહ વાઘેલા, મહાદેવભાઈ પટેલ, મદુભા વાઘેલા, ડાહ્યાભાઈ રાઠોડ રહ્યા હતા.તેવી જ રીતે ગાંધીધામ વિધાનસભા ના સંયોજકો ના વર્ગ માં વક્તા તરીકે સુરેશભાઈ સંઘાર, રાહુલભાઈ ગોર(ચૂંટણીમાં શક્તિકેન્દ્ર સંયોજકોની ભૂમિકા વિષય), વિકાસભાઈ રાજગોર, વરુણ ઠકકર, બાલકૃષ્ણ મોતા રહ્યા હતા અને શક્તિકેન્દ્ર સંયોજકો ની ચૂંટણી સમયે ખુબ જ મહત્વની ભૂમિકા હોવાનું સમજાવ્યું હતું. આ વર્ગમાં અધ્યક્ષ તરીકે મંડળ પ્રમુખો વિજયભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ જાડેજા, વાઘજીભાઈ આહીર, વિશાલભાઈ કોટક રહ્યા હતા જયારે સત્ર સંચાલક તરીકે મંડળ મહામંત્રીઓ મોહીન્દરભાઈ જુણેજા, બધાભાઈ મ્યાત્રા, જગદીશભાઈ સુથાર, ધીરજભાઈ જોષી, શામજીભાઈ આહીર, મનોજભાઈ મુલચંદાની સહિતના રહ્યા હતા.અંતમાં સમાપન માં પ્રશ્નોત્તરી અને સમાધાન,સંબોધન માં અંજાર ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ ઉપસ્થિત રહી ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પડ્યું હતું.ઉપરોક્ત વર્ગમાં કચ્છ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી કાશ્યપભાઈ શુક્લા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત બંને વર્ગોની વિવિધ વ્યવસ્થા જે તે વિધાનસભામાં સમાવિષ્ટ મંડળના હોદેદારશ્રીઓએ કરી હોવાનું જિલ્લા મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદી માં જણાવાયું હતું.