“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઇ અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેષભાઇ ભટ્ટ તથા સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, રણજીતસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સટેબલ જયદેવસિંહ જાડેજા તથા વુ.પો.કોન્સ. રાજીબેન મકવાણા નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા નિલેષભાઇ ભટ્ટનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે, અમુક સ્ત્રી તથા પુરુષ ઇસમો કેમ્પ એરીયા જુના કચ્છમિત્ર પાસે પઠાણ ફળીયામાં રહેતા ઝુલેખાબેન સલીમ માંજોઠી વાળાના રહેણાક મકાનના આંગણામાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીનપત્તીનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર રમવાનુ ચાલુમા છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ ઇસમો :-
- ઇબ્રાહીમ ઇસ્માઇલ સોઢા ઉ.વ. ૩૨ રહે. કેમ્પ એરીયા માંજોઠી મદ્રેસાની બાજુમાં ભુજ
ઇમરાન દાઉદ સમા ઉં.વ. ૨૬ રહે. ભીડગેટ બહાર આઝાદનગર ભુજ
અહેમદ ઇસ્માઇલ સોઢા ઉ.વ. ૩૬ રહે. કેમ્પ એરીયા માંજોઠી મદ્રેસાની બાજુમાં ભુજ
- જુસબ ઇસ્માઇલ સોઢા ઉ.વ. ૩૮ રહે. કેમ્પ એરીયા માંજોઠી મદ્રેસાની બાજુમા ભુજ
- ઝુલેખા સલીમ માંજોઠી ઉ.વ. ૫૮ રહે. કેમ્પ એરીયા પઠાણ ફળીયુ ભુજ
હસીનાબેન સતાર હીંગોરજા ઉ.વ. ૪૫ રહે. કેમ્પ એરીયા પઠાણ ફળીયુ ભુજ
- રૂકીયાબાઇ ગફુર માંજોઠી ઉ.વ. ૪૩ રહે. ભારાપર તા.ભુજ
શકીનાબાઈ મામદ માંજોઠી ઉ.વ. ૪૦ રહે. મેન્ટલ હોસ્પીટલ પાછળ ભુજીયા રીંગરોડ ભુજ
કબ્જે કરેલ મદામાલ
- રોકડા રૂપીયા – ૩૩,૪૦૦/-
- ગંજીપાના નંગ-પર કી.રૂ.00/-
- મોબાઈલ ફોન નંગ- ૦૫, કી.રૂ. ૩૭,૦૦0/-
એમ કુલ્લે કી ગ્ર. ૭૦,૪૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.