કચ્છના વિવિધ ગામોમાં તિરંગા વિતરણ અને બાઈક રેલી દ્વારાતિરંગા યાત્રા યોજાઈ

“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન સાથે રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત કચ્છના વિવિધ ગામોમાં અને જાહેર સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ હતી.
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન હેઠળ પલાસવામાં, સરહદી વિસ્તાર ધોરડો તથા શ્રી બી.બી.એમ. હાઇસ્કૂલ, બિદડા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ અભિયાન અન્વયે રાપર નગરપાલિકા દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લોદ્વાણી સરહદી વિસ્તારોમાં બી.એસ.એફ.ના જવાનો દ્વારા બાઈક રેલી કરી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિવિધ કચેરીઓના કર્મયોગીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા.