મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને યોજાશે

સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે કલેકટર અર્પિત સાગરની ઉપસ્થિતિમાં લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ યોજાયું

મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને યોજાશે ત્યારે ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે મહીસાગર જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે. આ ઉજવણીના ભાગરૂપે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને રિહર્સલ યોજાયું હતું.
આ રિહર્સલમાં ધ્વજવંદન, રાષ્ટ્રગાન, પોલીસ પ્લાટૂન દ્વારા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર અર્પિત સાગરે કાર્યક્રમના સુચારુ આયોજન અને સમયબદ્ધ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક  ચંદ્રિકાબેન ભભોર, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.