ભુજ માં એક સ્કૂલ એવી પણ છે જયાં ડ્રો પદ્ધતિ થી વાલી ધ્વજ વંદન કરે છે

ભુજ તા ૧૫ : સામાન્ય રીતે વર્ષો થી આપણે જોતા આવ્યા છીએ કે રાષ્ટ્રીય પર્વ માં ધ્વજવંદન રાજકીય નેતાઓ, ઉચ્ચઅધિકારીઓ અને સ્કૂલ સંચાલકો દ્વારા ધ્વજ વંદન થતું હોય છે પરંતુ ભુજ માં એક એવી પણ શ્રી. બી.એલ.બી. સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ છે જ્યાં દર ૧૫ મી ઓગસ્ટ ના દિવસે વિધાર્થીઓના વાલીને ધ્વજવંદન કરવાની તક મળે છે સ્કુલ માં ઉપસ્થિતિ રહેલ વાલીઓ બોક્સ માં પોતાના નામની ચીઠ્ઠી નાખે છે ત્યારબાદ ડ્રો દ્વારા કરવામાં આવે છે જે વાલી ના નામની ચીઠ્ઠી નિકળી તે વાલી ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવે છે આ વખતે શ્રીમતી મનિષાબેન ઠક્કરનું નામ નિકળતા તેઓના વરદ હસ્તે ફ્લેગ હોસ્ટીંગ કરવામાં આવેલ. આવું કરવા પાછળ નું કારણ જણાવતાં સ્કૂલ ના ચેરમેન શ્રી. લલિત કોટકે જણાવ્યું હતું કે, આ રીતે ધ્વજવંદન કરવા પાછળ નું કારણ માત્ર એટલું જ છે કે સ્કૂલ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માં એક અલગ જ જીગ્નાસા સાથે ખુશી સંદેશ અને દેશ ભક્તિ ના વાતાવરણ ને તેમના વાલી ને પણ રાષ્ટ્ર ભાવના જોડી દે છે

આ રાષ્ટ્રીય તહેવાર નો વિશેષ મહત્વ હોઈ અલગ અલગ વિધાર્થીઓએ જુદા જુદા મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા તેમજ સ્કૂલ ના જે જે વિદ્યાર્થીઓ એ રમત ગમત અને સંગીત તેત્રે સિધ્ધી મેળવેલ તેમનું સન્માન સમારોહના મુખ્ય અતિથિ શ્રી ભરતભાઈ એચ. ઠક્કર ના વરદહસ્તે કરવામાં આવેલ .

આ પ્રસંગે શાળા કમીટી ના સભ્યો શ્રી લલિતભાઈ કોટક, ધીરૂભાઈ ઠક્કર ‘ શ્રી રશ્મીભાઈ ઠક્કર શ્રીમતી ગોદાવરી બેન ઠક્કર ડો. દશાબેન ગોર અને શ્રીમતી તેજલબેન તન્ના હાજર રહેલ.
કાર્યક્રમને સફળ બનાવવા શાળા આચાર્યા પૂજાબેન ઠક્કર સાથે સમગ્ર ટીમે જાહેમત ઉઠાવેલ.