અબડાસાના ખારૂઆ ગામ તરફ આવતા કાચા વાડી વિસ્તારના રસ્તા પર ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી SOG,પશ્ચિમ કચ્છ-ભુજ

e3622767-e0df-4ed7-a041-52a49c8a4ef0

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.

દરમ્યાન આજરોજ તા.૧૬/૦૮/૨૦૨૫ના રોજ એસ.ઓ.જી.ના સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ માણેકભાઇ રાજીયાભાઇ ગઢવી તથા પો.કો વનરાજસિંહ રામસંગજી જાડેજાનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી નુંધાતળ ગામની પુર્વ બાજુની સીમમાંથી ખારૂઆ ગામ તરફ આવતા કાચા વાડી વિસ્તારના રસ્તા પરથી આરોપી રવજી ઉર્ફે પલ્લુ મુળજી મહેશ્વરી,ઉ.વ.૩૭, રહે.ગામ.નુંધાતળ તા.અબડાસા વાળાને ઝડપી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદુક કિ.રૂ.૨,૦૦૦/- ની ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ કોઠારા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા હથિયાર જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગત-

રવજી ઉર્ફે પલ્લુ મુળજી મહેશ્વરી,ઉ.વ.૩૭, રહે.ગામ.નુંધાતળ તા.અબડાસા

પકડાયેલ મદામાલની વિગત-

દેશી બનાવટની બંદુક નંગ ૦૧, કિ.રૂ. ૨,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી સાહેબ તથા એ.એસ.આઈ.જોરાવરસિંહ ગગુભા જાડેજા, માણેકભાઇ ગઢવી તથા પો.કોન્સ વનરાજસિંહ જાડેજા નાઓએ સદર કામગીરી કરેલ છે.