કચ્છમાં બાગાયત વિભાગ દ્વારા બાગાયત ખેડૂતો માટે વિવિધ યોજના અમલી કરાઈ
કચ્છમાં બાગાયત ખાતા દ્વારા તમામ બાગાયત ખેડૂતો માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવિધ યોજના અમલી કરી છે. આ વિવિધ યોજનાના લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ તા.૧૮ ઓગસ્ટ થી ૦૧ સપ્ટેમ્બર સુધી આઇ- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, આંબા તથા જામફળ –ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ પાક માટે જુના બગીચાઓના નવીનીકરણ, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાય, કેળ ટીસ્યુ- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પપૈયા – ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ટીસ્યુ કલ્ચર ખારેકમાં સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર કાર્યક્રમ, ક્રોપ કવર (શાકભાજી પાકો) માટે, ક્રોપ કવર (કેળ/પપૈયા માટે) બેગ, દાડમ ક્રોપ કવર ખારેક બંચ કવર, ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ), કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, નાની નર્સરી (૦.૪૦ થી ૧ હે.), ફાર્મ ગેટ પેક હાઉસ-મુવેબલ હેન્ડલીંગ ટ્રોલી, શોર્ટીંગ ટેબલ અને ફાર્મ ગેટ સ્ટેન્ડ અલોન કોલ્ડ સ્ટોરેજ સાથે પ્રી કુલીંગ યુનિટ અને મોબાઇલ પ્રોસેસીંગ યુનિટ, કોલ્ડ રૂમ, નોન પ્રેશરાઇઝ રાઇપેનીંગ ચેમ્બર, ઔષધીય પાકો, સોલાર ક્રોપ ડ્રાયર (૨૪ કલાકના બેકઅપ સાથે), મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ તથા રાજ્યમાં જૂથ/ગ્રામ્યકક્ષાએ ફળ-શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના અંગેના કાર્યક્રમો વગેરે જેવા કુલ ૨૫ ઘટક માટે સહાય આપતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
આ બાગાયતી સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરૂરી પુરાવા અરજી સાથે અપલોડ કરવા આવશ્યક છે. આ યોજનાની ટૂંકી વિગતો આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે તેમજ વધુ માહિતી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં: ૩૨૦ બીજો માળ, બહુમાળી ભવન, ભુજ- કચ્છ ખાતેથી મેળવી લેવી તેવું નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.