ગાંધીધામમાં 48 વર્ષીય આધેડે એસિડ પી જતા મોત

copy image

ગાંધીધામમાં 48 વર્ષીય આધેડનું કોઈ અગમ્ય કારણોસર એસિડ પી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામના ઝંડીચોક નજીક નેશનલ હોટેલ ગેસ્ટ હાઉસમાં રહેતા 48 વર્ષીય નરેન્દ્ર ચંદુમલ રજવાણીએ કોઈ અકળ કારણોસર એસિડ પી લીધું હતું. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ આધેડે કાયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.