Skip to content
રાજકોટ : કેવડાવાડી-૧/૧૮ના ખુણે રહેતાં જીતેન્દ્ર વિજયભાઇ લોહાણા (ઉ.૩૪)નું હોન્ડા જીજે ૩ બીપી ૦૦૭૬ રૂ.૨૦ હજારનું કોઇ રાત્રિના અરસામાં શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડ અંદર એકસીસ બેંકની સામેના ગેઇટ પાસેથી તસ્કરી કરી જતાં એ-ડિવિઝનના પીએસઆઇ એ. વી. જોષીએ ફરિયાદ દાખલ કરી છે. બીજા બનાવમાં ગાયત્રીનગર મેઇન રોડ જીવરાજ હોસ્પિટલ સામે નારાયણનગર-૧માં રહેતાં ભરતભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ.૫૫)નું હોન્ડા જીજે ૩ સીબી ૯૩૯૯ રૂ.૧૫ હજારનું કોઇ તેના ઘર પાસે રસ્તા પરથી તસ્કરી કરી જતાં ભકિતનગરના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારાએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.