તમાકુ મુક્ત સમાજ અને સ્વસ્થ ગુજરાત નિર્માણ અંતર્ગત કામગીરી કરવામાં આવી

જીલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ
ભંડેરી ના માર્ગદર્શન હેઠળ રોગચાળા નિયંત્રણ અધિકારી ડો કેશવકુમાર સિંઘની સૂચનાથી તાલુકા આરોગ્ય
અધિકારી ડૉ. રોહીત ભીલ દ્વારા ઇન્ચાર્જ TMPHS અશ્વિન વણઝારા તેમજ MTS કિંચન પટેલ,
પોલીસ સ્ટાફ મધુ સુદનસિંહ ઝાલા, સિદ્ધરાજ સિંહ ગોહિલની ટીમ બનાવી આજરોજ
તા.૨૧/૦૮/૨૦૨૫ ના ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં
આવેલી દુકાનો અને કેબીનોમાં વ્યસન મુક્તિ ઝુંબેશ અંતર્ગત તમાકુનું વેચાણ કરતા અને તમાકુ ની
બનાવટોનું વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કાયદાના ભંગ બદલ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુનું વહેચાણ ન થાય તે માટે કડકાઈ કરવામાં આવી તમાકુ
અને તેની બનાવટોનું વહેચાણ કરતા ધંધાર્થીઓએ સરકારી દવાખાના જેવા જાહેર સ્થળોએ તમાકુની
બનાવટોનું ઉપયોગ કરતા લોકો વિરુધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં
માધાપરના આરોગ્ય કર્મચારીઓ અને પોલીસના મિત્રોએ તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ દંડ જે કેસો
નોંધાયા હતા તેમની પાસેથી રૂ.૧૦૦૦/- દંડની વસુલાત કરવામાં આવેલ.