Skip to content
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારના કેસ શોધી કાઢવાની સ્પેશ્યલ ડ્રાઈવ ચાલતી હોય અને આવી પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાની સુચના મળેલ હોય જે બાબતે ભાડલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એચ.જોષીને મળેલ બાતમીના આધારે કમળાપુર ગામની સીમમાં જીણા દેવા મેરની વાડીએ હેડ કોન્સ્ટેબલ મામૈયાભાઈ, વંભભાઈ, અરવિંદભાઈની સાથે દરોડો પાડતા જુગાર રમતા વંભ કરશન વાઘાણી, શંભુ મોહન ધોડકીયા, બાબ શામજી રામાણી, સવા ઠાકરશી મેર, નારણ માંડણ આતરાદી, જીણા દેવા મેર રહે. બધા કમળાપુરવાળાઓને જુગાર રમતા કુલ રૂ.10,810 સાથે ભાડલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.