સતર્કતા અને સૂઝબૂઝ થી ભારતીયસૈન્ય જવાન ને નવજીવન મળ્યું

રાપર…કચ્છમાં અનેક એવી સંસ્થાઓ છે જે આમ પ્રજા અને બોર્ડર પર ના સૈનિકો માટે યોગદાન આપતી હોય છે એવો જ એક કિસ્સો એવો સામે આવ્યો છે કે વાગડ દેશ માં બનેલ કે ભુજ
સ્વામિનારાયણ મંદિર ના મહંત સ્વામી શ્રી. ધર્મનંદનદાસજી અને વરીષ્ઠ સંતો ની પ્રેરણાથી
બે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે એક વાગડ દેશ ના લોકોની સેવા માટે જ્યારે બીજી અબોલા જીવો માટે
તાજેતર માં કચ્છ વાગડ વિસ્તારની કુડા સરહદ ચોકી 0 લાઈન પર ફરજ બજાવતા બીએસએફ ના એક જવાન ને રાત્રે ૧૦ વાગ્યા ના અરસામાં ઝેરી સાપ કરડતાં તરત કુંડા ચોકી ના ઇન્સ્પેક્ટર શ્રી. મીના સાહેબે ભુજ સ્વામિનારાયણ મંદિર ના હેલ્થ કોઓર્ડિનેટર શ્રી. ભીમજીભાઈ ને આ અંગે જાણ કરતાં રાપર થી અંદાજિત ૧૩૦ કિલોમીટર કુંડા ચોકી પર તાત્કાલિક અસરે થી એમ્બ્યુલન્સ લઈ પહોંચ્યા હતા બોર્ડર પર થી હોસ્પિટલ સ્ટાફ ને આ અંગે ની સૂચના અપાતા પેરા મેડીકલ સ્ટાફ પણ ખડે પગે આ જવાન ની સેવામાં તૈહેનાત હતું સૈન્ય ના જવાન શ્રી. ચંદન દેવરી ને રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવતા ની સાથે ફરજ પર ના ડોક્ટર ડોક્ટરનિકુંજ પટેલ,લેબ ટેક્નિશિયન ચંદ્રેશ દરજી, દેવા રાજપૂત,નર્સિંગ
અને સ્ટાફ જવાન ની સેવામાં લાગી ગયા હતા.. અને હાલ માં આ જવાન ભયમુક્ત પરિસ્થિતિ માં સારવાર લઈ રહ્યા છે.

ટૂંકમાં આ સેવાકીય કાર્ય માં યુદ્ધ ના ધોરણે ઇન્સ્પેક્ટર શ્રી. મીના સાહેબ અને રાપર વિસ્તાર ના સેવાભાવી હરિભક્ત શ્રી. ભીમજીભાઈ ગોહિલ આ બંને ની સતર્કતા અને હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફ ની સ્પીડલી સારવાર ના કારણે ઝેરી સાપ ડંસ થી ગંભીર પરિસ્થિતિ માં લાવેલા જવાન ને બચાવી લેવામાં આવેલ.

ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરની એ મૂલ્ય સેવા અને ભીમજીભાઈ ની તાત્કાલિક હાજર થવાની તત્પરતા જોઈને સર્વે સૈનિકો અને ખૂબ આત્મીય ભાવ અને
અડધી રાતે સૈનિકોની સેવા માટે ભીમજીભાઇની તત્પરતા અને ભુજ મંદિર ની આવી અનેક સેવાઓને આજપણ વાગડ દેશ ના લોકો યાદ કરી રહ્યા છે આ રીત ની અવિરત એમ્બ્યુલન્સ સેવા માંડવી અને મુન્દ્રા પંથક વિસ્તારમાં કાર્યરત છે…