ભુજની પાલારા જેલ સિમ વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમતા બે મહિલા સહિત છ ઝડપાયા

copy image

ભુજની ખાસ પાલારા જેલ સિમ વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમતા બે મહિલા સહિત છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ પાલારા જેલની પાછળ સીમ વિસ્તારમાં કાચા રસ્તામાં ગત સાંજે બે મહિલા સહિત છ ખેલીઓ ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે તમામ આરોપીઓને રોકડા રૂા. 11,400 સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.