ચોટીલાના નાની મોલડીની સીમમાં હોટલ પાછળ આવેલી વાડીઓ તરફ જતા રસ્તા પર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો કર્યો હતો. જેમાં એક યુટીલીટી વાહનમાં વિદેશી દારૂની 2064 બોટલો ભરેલી પેટીઓ મળી આવી હતી. આ બનાવમાં રૂ.8.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ચોટીલા તાલુકાના નાની મોલડીની સીમમાં બાતમીના આધારે પોલીસે હોટલ પાછળ આવેલી વાડીઓમાં જવાના રસ્તા પર દરોડો કર્યો હતો. જયાંથી એક યુટીલિટી વાહનમાં 172 વિદેશી દારૂની ભરેલી પેટીઓ મળી આવી હતી. વાહન ચાલક તેમજ તેની સાથે રહેલો માણસ સ્થળ પર નાશી ગયા હતા. ઘટના સ્થળેથી જુદી જુદી બ્રાન્ડની રૂ.6,19,200 ની 2064 બોટલ તેમજ રૂ.2,50,000ની યુટીલિટી વાહન મળીને કુલ રૂ.8,69,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ચોટીલા પીઆઈ કપિલ નકુમ તેમજ હરદેવસિહ, વિજયસિંહ, સરદારસિંહ, રાયધનભાઈ, વિભાભાઈ સહિતના પોલીસકર્મીઓએ કામગીરી કરી હતી. આ ગુનામાં નાસી ગયેલા બંને ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.