ગાંધીધામમાં કિશોરી પર બળાત્કાર ગુજારનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

ગાંધીધામમાં કિશોરી પર બળાત્કાર ગુજારનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેનારી એક કિશોરીને કોઈ નરાધમ બગીચામાં લઈ જઈ તેની પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ આરોપીએ બાળકીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અનેક વાર આવું કૃત્ય કર્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસે આરંભી છે.