ફેસબુક પર ખોટી આઇ.ડી. બનાવી લોકોને લાલચ આપી છેતરપિંડી કરનાર ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

ફેસબુક પર ખોટી આઇ.ડી. બનાવી તેમાં સસ્તા સોનાના બિસ્કિટના ફોટાઓ તથા ભારતીય ચલણની ૫૦૦/- ની નોટના ગડીઓનો વીડીયો બનાવી લોકોને લાલચ આપી છેંતરવાના ઈરાદેથી ફેસબુક પર મૂકી છેતરપીડી કરવાની કોશિષ કરતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ કાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ” શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પો. કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા સાલક ઉર્ફે સલીમ મીઠા નોડે ઉ.વ. ૩૫ રહે. મુળ ગામ લુડિયા હાલે રહે. લખુરાઇ, કોટવાલ શેરી, કુંભાર મસ્જિદની બાજુ, ભુજવાળો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ બન્ને મોબાઇલમાં komal sona નામની ફેસબુક આઇ.ડી. ચાલુ હોય અને ડી.પી. પીકચરમાં સોનાના બિસ્કિટ ફોટો લગાવેલ અને સ્ટેટ્સ ઉપર સોનાના બિસ્કિટના ફોટાઓ મુકેલ અને વોટસએપ ચેક કરતા અલગ -અલગ મોબાઇલ નંબર ઉપર સોનાના બિસ્કિટ અંગે ચેટ થયેલ અને ભારતીય ચલણી નોટોના વિડિયો છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ જે મેસેજ બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે, હુ સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ફેસબુકમાં બિસ્કિટના ફોટાઓ મુકેલ અને વોટસએપમાં અન્ય લોકો સાથે ભારતીય ચલણની રૂપીયા ૫૦૦/- ની નોટની ગડીઓના ફોટા સોશ્યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતો હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમએ ખોટા ફેસબુક અકાઉન્ટ komal sona નામની આઇ.ડી. પર લોકોને (પ્રજાજન) વિશ્વાસમાં લઇ લોભામણી સસ્તા સોનાના તથા ભારતીય ચલણી નોટઓની ગડીઓના ફોટાઓ સાથે પોતાના મોબાઇલ નંબર મુકી લોકો સાથે સંપર્ક કેળવીને લલચાવીને છેતરપીડી થી વિશ્વાસઘાત કરી રૂપીયા પડાવવાની કોશીષ કરી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૦૮૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૮(૪), ૩૧૬(૨), કર મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. * પકડાયેલ આરોપી – સાલક ઉર્ફે સલીમ મીઠા નોડે ઉ.વ. ૩૫ રહે. મુળ ગામ લુડિયા હાલે રહે. લખુરાઇ, કોટવાલ શેરી, કુંભાર મસ્જિદની બાજુ, ભુજ કબ્જે કરેલ મદ્દામાલ > મોબાઇલ ફોન નંગ – ૦૨ કિં.રૂ. ૮.૦૦0/-