ઓપરેશન સિંદૂરને સુદર્શનચક્રધાર મોહનની ઈચ્છાનું પ્રતીક ગણાવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતના બે દિવસના પ્રવાસ માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સાંજે અમદાવાદ આગમન બાદ યોજાયેલા રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકોએ વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. બાદમાં નિકોલ ખાતે યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન મોદીએ 5,477 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. બાદમાં જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કોઈ ગમે તેટલું દબાણ કરે, આત્મનિર્ભર ભારત ઝૂકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, દેશના નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો કે પશુપાલકોના હિત સર્વોપરી છે. આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં આર્થિક હિતોના નામે રાજકારણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, હું ગાંધીજીની ભૂમિ પરથી આ કહી રહ્યો છું. દબાણ વચ્ચે પણ આપણે રસ્તો શોધીશું. દેશવાસીઓના હિત આપણા માટે સર્વોપરી છે.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.