Skip to content
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો ઝુંપડપટ્ટીમાં ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. આ અંગેની મળતી વિગતો અનુસાર ગાંધીધામના કાર્ગો પીએસએલ ઝુંપડાના મેદાનમાં હરજીતનો ગંજીપાનાનો જુગાર રમતા સતીશ રામસીમાત કુરીમિકી, વાઝીર ગાજી યુનુસ ગાજી મુસ્લિમ અને ઓનકાસી રાજનાથસિંહ રાજપૂતને હરજીતનો જુગાર રમતા રોકડા રૂ. 3,600 સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ત્રણેય વિરુધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.