ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર પાલીતાણા ટાઉન વિસ્તારિમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન જીતેન્દ્રસિંહ ઝાલા, રાજપાલસિંહ સરવૈયાને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે જયસુખ ઉર્ફે ભીમ ગોપાભાઇ ચૌહાણ રહે.નાનાજાળીયા વાળો ચોરાઉ શકપડતુ મોટર સાયકલ લઇને ઉભેલ છે. જેથી બે પંચો સાથે પાલીતાણા બજરંગદાસ બાપા પોલીસ ચોકી પાસે આવતાં ઉપરોક્ત શખ્સ પાસે હીરો સપ્લેન્ડર કાળા સીલ્વર પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું તેનાં કબ્જામાં વાળુ મોટર સાયકલ અંગે તેની પાસે આર.સી.બુકનાં કાગળો કે આધાર માંગતાં તેની પાસે નહી હોવાનું જણાવેલ.જે મોટર સાયકલ તેણે તસ્કરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જેથી મોટર સાયકલની કિંમત રૂ.૨૦,૦૦૦ ગણી કલમ મુજબ જપ્ત કરેલ. તેમજ મજકુરને કલમ મુજબ મજકુર શખ્સને ધોરણસર ધરપકડ કરેલ. જે શખ્સની પુછપરછ કરતાં તેને ઉપરોકત મોટર સાયકલ આશરે પાંચેક વર્ષ પહેલાં પાલીતાણા પોપડામાં હીરાના કારખાના પાસેથી તસ્કરી કરેલાનું જણાવેલ છે. તેમજ તેની વધુ પુછપરછમાં બીજ ત્રણ ચોરાઉ મોટર સાયકલ પોતાની નાનાજાળીયા ગામની વાડીમાં સંતાડેલ હોવાનું જણાવતા પંચો સાથે તેની વાડીએ તલાશી કરતા બીજા ત્રણ મોટર સાયકલ મળી આવેલ જેમાં હીરો હોન્ડા કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળુ જેની આગળ પાછળ નંબર પ્લેટ નથી તે છ માસ પહેલા ભૈરવનાથ ચોક ગોપાલ લચ્છી વાળાના ખાંચામાથી ચોરેલાનું જણાવેલ છે. જે કિંમત રૂ.૧૫,૦૦૦ ગણી જપ્ત કરેલ છે. તેમજ બાકીના બે મોટર સાયકલ જેમા હીરો સ્પેલેન્ડર પ્લસ કાળા સીલ્વર પટટ્ટાવાળુ કિંમત રૂ.૧૫,૦૦૦ હીરો હોન્ડા પેશન કાળા કલરનું કિંમત રૂ.૧૦,૦૦૦ ગણી જપ્ત કરવામાં આવેલ છે.