ધોરાજીમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ધોરાજીના સ્ટેશન રોડ પર ડિજેના તાલે વાગતે – ગાજતે ગણપતિ બાપ્પાનું આગમન થતાં ભક્તિ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો ગણેશજીની પ્રતિમાના આગમન સમયે ધોરાજીનો સ્ટેશન રોડ વિસ્તાર “ગણપતિ બાપ્પા મોર્યા”ના ગર્જતા નારાથી ગુંજી ઉઠ્યો હતો. ભક્તો ડિજેના ધમાકેદાર તાલે નાચતા જોવા મળ્યા હતા જ્યારે મહિલાઓએ તિલક, આરતી અને ફૂલહારથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.

રિપોર્ટેડ બાય :- રશમીનભાઈ ગાંધી, મીતભાઈ ગાંધી – ધોરાજી