થરાદ : પી.આઇ. જે.બી આચાર્ય અને થરાદ મથકના કર્મચારીઓ રવજીભાઇ રૂપસીભાઇ, દેવગર રતનગર મોંઘીબેન ભુદરાભાઇ નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન થરાદ સ્ટેશનના બંને પી.એસ.આઇ એલ.પી.રાણા અને કે.જી.પરમાર પણ નાઇટ રાઉન્ડમાં હોઇ બુઢણપુર નજીક નાકાબંધી કરીને ઉભા હતા. દરમ્યાન પી.આઇ. જાણદી ગામના પાટીયા નજીક આવતાં જીજે ૦૮ એબી ૩૪૪૮ નંબરની કાર હાઇવેથી ગામ તરફ વળતાં પોલીસે શંકાના આધારે પીછો કરતાં ચાલકે કાચા નેળીયામાં ભગાવી હતી. તેમજ થોડે દુર જઇ બાવળના જાડ સાથે અથડાવીને ચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તપાસ કરતાં તેમાં ૧૨ પેટીમાં રહેલી ૫૪૨ બોટલ કિંમત રૂ.૭૧,૬૦૦નો વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે શરાબ તથા કાર રૂ.૪ લાખ મળીને કુલ રૂ.૪,૭૧,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી.