કચ્છ જિલ્લા ABVP દ્વારા કલેકટર અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિને અને સંસ્કાર કોલેજની પ્રિન્સિપાલ ને આવેદનપત્ર આપ્યું

copy image

વંદે માતરમ્ સાથે જણાવવાનું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા ૭૭ વર્ષથી રાષ્ટ્રહિત અને છાત્રહિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. જેનાથી આપ સુપરિચિત હશો.

ભુજ : કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં બનેલી ઘટનાઓએ સમગ્ર શિક્ષણજગતને હચમચાવી નાખ્યું છે. સંસ્કાર કોલેજના કેમ્પસ બહાર એક વિદ્યાર્થીનીની હત્યા, ભુજની V.D. શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારી અને તોલાણી કોલેજના એક વિદ્યાર્થી દ્વારા પ્રાધ્યાપક પર હુમલો – આ ત્રણેય ઘટનાઓ શિક્ષણ પરિસ્થિતિ માટે કલંકરૂપ ગણાવાઈ રહી છે.

વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માને છે કે ઘટનાઓ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો બન્નેમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે. શિક્ષણ જેવી પવિત્ર જગ્યા પર આવા ગુનાખોરીયુક્ત કૃત્યો અક્ષમ્ય છે.

જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની નીચે મુજબની માંગણીઓ છે:

સંસ્કાર કોલેજની ઘટનામાં પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપી વિરુદ્ધ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે.

તમામ કોલેજો અને શાળાઓમાં CCTV કેમેરા, સુરક્ષા ગાર્ડ, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.

“જિલ્લા શૈક્ષણિક સુરક્ષા સમિતિ” રચી, જેમાં પ્રશાસન, પોલીસ, સંસ્થા પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ સમાવેશ કરવામાં આવે.

કોલેજ અને શાળાઓની આસપાસ પોલીસ પેટ્રોલિંગ નિયમિત અને પૂરતું વધારવામાં આવે, ખાસ કરીને વિદ્યાર્થીઓના આવતા-જતા સમયમાં.

કોલેજ કેમ્પસ અને આસપાસ એન્ટી-સોશિયલ તત્વોનું અવરજવર રોકવા માટે કડક પગલાં લેવાય.

જિલ્લા સ્તરે શૈક્ષણિક સંસ્થાઓમાં શાંતિ અને સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન ચલાવાય જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી શકે.

પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ બન્ને માટે સુરક્ષિત વાતાવરણ ઊભું થાય તેની ખાતરી કરવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉપરોક્ત રજુઆતો તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી હિત માટે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. જેની સંપુર્ણ જવાબદારી પ્રસાસન ની રહેશે.

ભરત ગઢવી

નગર મંત્રી-ભુજ