ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો કોંગ્રેસ ની આવી વિકૃત અને હલકી માનસિકતા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ પ્રદર્શિત કરી રહ્યા છે.

સમગ્ર દેશ ની સાથે સાથે ગુજરાતમાં પણ યુવા મોરચા દવારા સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે  કચ્છ માં પણ આજે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ ના માર્ગદર્શન હેઠળ ભુજ ખાતે ભુજ શહેર ભાજપ, ભુજ તાલુકા ભાજપ તેમજ જિલ્લા યુવા મોરચા દવારા સાથે મળી રાહુલ ગાંધી ના પૂતળા નું
દહન કરવામાં આવ્યું હતું અને  રાહુલ ગાંધી શરમ કરો,
રાહુલ ગાંધી હાય હાય,
કોંગ્રેસ હાય હાય હાય
ના નારા લગાવવામાં આવ્યા હતા.
ભુજ મધ્યે બસ સ્ટેશન રોડ પર આવેલ ઓપન એર થિયેટર પાસે આગેવાનો કાર્યકરો ની ઉપસ્થિતિ માં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મિતભાઈ ઠકકરે આ અંગે જણાવ્યું હતું કે આપણા સન્માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય  ટિપ્પણી આપી, કોંગ્રેસે પોતાની વિકૃત અને હલકી માનસિકતા છતી કરી છે ત્યારે દેશ આવી ભાષા, આવું અપમાન સહન નહીં કરે તેવું જણાવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન માં જિલ્લા ભાજપ મંત્રી વિજુબેન રબારી, અનુ. જાતિ મોરચાના અશોકભાઈ હાથી, જિલ્લા લીગલ સેલ ના હેમસિંહભાઈ ચૌધરી, જિલ્લા બક્ષીપંચ મોરચા ના વિરમભાઈ આહીર, જિલ્લા મહિલા મોરચાના હસ્મિતાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ નગરપાલિકા ના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠકકર,કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા, કમલભાઈ ગઢવી,રાજેશભાઈ ગોર, યુવા મોરચાના કિરણ ભાનુશાલી, ભાર્ગવ શાહ, વિશાલ મહેશ્વરી સહિત જિલ્લા મોરચાના કાર્યકરો, નગરપાલિકાના કાઉન્સિલરો, સંગઠન ના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા ભાજપ ના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરા ની યાદીમાં જણાવ્યું હતું.