જ્યોતિષ અને આયુર્વેદ શાસ્ત્રના સમન્વયને ઉજાગર કરતો અનોખો એક્ઝિબિશન

image-134

પરંપરા એકઝીબિશન દ્વારા ‘એસ્ટ્રો આયુર્વેદ ‘એકઝીબિશન નો પ્રારંભ થયો છે. 31 ઓગસ્ટ થી 01સપ્ટેમ્બર સુધી જોધપુર કૉમ્યૂનિટી હોલ સેટેલાઇટ ખાતે યોજાતા આ એક્ઝિબિશનમાં, અમદાવાદવાસીઓ માટે ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન વિજ્ઞાનને સમજવાનો અનોખો અવસર છે. પરંપરા એકઝીબિશનના ફાઉન્ડર શ્રીમતી હેતલ શાહ ના જણાવ્યા અનુસાર, આ એક્ઝિબિશન દેશમાં વર્ષોથી ચાલતા સ્પિરિચ્યુઅલ હેલ્થ અને જ્યોતિષ શાસ્ત્ર પર પ્રકાશ પાડશે
તેઓ કહે છે કે, “આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે. ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઉંડો સંબંધ છે. આ જ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.” આ એક્ઝિબિશનમાં મુંબઈ, દિલ્હી, હરિદ્વાર, કોલ્હાપુર, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, નડિયાદ, ગાંધીનગર સહિત દેશભરના વિવિધ શહેરોમાંથી વિદ્વાન લોકો જોડાયા છે. અહીં લોકોને ભારતભરના વિદ્વાન જ્યોતિષશાસ્ત્રીઓ, વાસ્તુ શાસ્ત્રી, હીલર્સ, ટેરોટ રીડર્સ, ક્રિસ્ટલ અને જેમ્સ સ્ટોન્સના વેપારીઓ, આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ્સ તથા વેલનેસ પ્રોડક્ટ્સ અને બીજા ઘણા બધા વિષય પર જાણકારી મળશે.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.