કંડલામાં બે બાઈક વચ્ચે અથડામણ થતા યુવાનનું મોત
copy image

કંડલામાં બે બાઈક સામસામે અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કંડલાની ઈમામી કંપનીમાં કામ કરતો વરસામેડીની અંબાજી રેસિડેન્સીમાં રહેનાર ૧૮ વર્ષીય આર્યન નામનો યુવાન પોતાની બાઈક લઇ કંપનીમાં જઈ રહ્યો હતો. તે સમય દરમ્યાન ખારીરોહર તરફ જતા રોડ પર સામેથી પૂરપાટ આવતી બાઈક સાથે અથડામણ થઇ હતી. જેમાં બંને ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં 18 વર્ષીય આર્યનનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.