“સંસ્કૃત પ્રતિભા બ્રહ્મબાળા “અંતરા આનંદકુમાર ભટ્ટ – ભુજમાં સંસ્કૃત ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા


એકદંતાય વક્રતુન્ડાય…”ની સુમધુર રજૂઆતથી ટાઉનહોલમાં મંડાયો તાળીઓનો ગડગડાટ
: શહેરની પ્રતિભાશાળી વિદ્યાર્થીની અંતરા આનંદકુમાર ભટ્ટે સંસ્કૃત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ભુજ શહેરનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે.
ટાઉનહોલ ખાતે આયોજિત આ સ્પર્ધામાં અંતરાએ “એકદંતાય વક્રતુન્ડાય…” જેવી સુમધુર કૃતિ રજૂ કરી, જેને શ્રોતાઓ અને જજ મંડળે વિશેષ પ્રશંસા અર્પી.
આ સ્પર્ધાનું આયોજન સાંસ્કૃત ભારતી સહિતની અગ્રણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રી ભાગ્યેશ જાહ સહિતના મહાનુભાવોનું પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રાપ્ત થયું.
વિજયી તરીકે અંતરાને સંસ્કૃત પ્રતિભા સ્મૃતિ ચિહ્ન તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. અંતરા હાલમાં SPA એકેડેમી, ભુજમાંથી સુગમ સંગીતનું પદ્ધતિસરનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે.