પડાણાના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરી સુરતની મધ્યસ્થ જેલના હવાલે કરી દેવાયો

copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણાના બુટલેગરની પાસા હેઠળ અટક કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના પડાણામાં હરિઓમ નગરમાં રહેનાર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા નામના ઈશમ વિરુદ્ધ કેટલાક પોલીસ મથકે જુદા જુદા દારૂ સંબંધી ગુના નોંધાયેલા છે. પરીણામે આ ઈશમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી રજૂ કરવામાં આવતા તે મંજૂર થતા આ આરોપી શખ્સને દબોચી લઈ સુરતની બાજપોર મધ્યસ્થ જેલના હવાલે કરી દેવાયો છે.