અન્નસન આંદોલન પર કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો ભુજમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે

ગાયને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગે વેગ પકડ્યો છે કચ્છના ભુજમાં એકલધામના મહંત દેવનાથ બાપુ છેલ્લા આઠ દિવસથી આ મુદ્દે અનશન કરી રહ્યા છે કલેક્ટર કચેરીની સામે દેવનાથ બાપુ સહિત અનેક ગૌભક્તો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે અનશન કરી રહ્યા છે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને આ સન્માન મળે તેવી તેમની મુખ્ય માંગ છે બાપુના સમર્થનમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અહીં ઉમટી રહ્યા છે 3 દિવસ પૂર્વે વિશ્વ હિન્દુ સંગઠનના પ્રમુખ પ્રવીણ તોગડીયાએ પણ દેવનાથ બાપુની મુલાકાત લીધી હતી જેના કારણે આ આંદોલનને વધુ વેગ મળ્યો છે દેવનાથ બાપુએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી બે થી ત્રણ દિવસમાં સરકાર દ્વારા આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો લાખો ગૌભક્તો સાથે ભુજમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે તેમની માત્ર એક જ માંગ છે કે ગુજરાત સરકાર ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરે મહારાષ્ટ્રમાં આ થઈ શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં જો સરકાર આ માંગ પર ધ્યાન નહીં આપે તો અમે શાંતિપૂર્ણ રીતે વિશાળ જનઆંદોલન કરવાની વાત દેવનાથ બાપુએ કરી છે જેમાં કચ્છ સહિત ગુજરાતના સેંકડો સંતો અને લાખો ગૌભક્તો ભુજમાં ભેગા થશે અને સરકારને આ માંગ સ્વીકારવા માટે ફરજ પાડશે ઉલ્લેખનીય છે કે ગાય ને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે તો કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે સમર્થન આપ્યું છે

બાઈટ:- દેવનાથ બાપુ એકલધામ મહંત