ટેલેન્ટેડ કલાકાર માટે જીવન માં આગળ વધવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ.

પ્રિન્સ સ્વરા ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટર પ્રદીપ પંડ્યા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી સંગીતની દુનિયાથી કાર્યરત છે. સાથે સાથે ચાંદખેડા ખાતે પાંચ વર્ષ થી અત્યઆધુનિક સ્ટુડિયો સ્થાપ્યો છે.
જેની અંદર ત્રીસ હજાર થી વધુ ટેલેન્ટેડ ગાયકોના ઓડિશન કર્યા છે. અને દર રવિવારે ઓડિસન થાય છે. અને આવનાર ટેલેન્ડેડ લોકો કચ્છ, મોરબી, છોટા ઉદેપુર મેહસાણા, ધોળકા, વડોદરા તેમજ ગુજરાત ની બહાર ના રાજ્ય રાજસ્થાન કલકત્તા કે અન્ય રાજ્યના લોકો ખૂણે ખૂણે આવીને ઓડિશન આપે છે.
પ્રદીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે અમે દરેક પ્રકાર ના ટેલેન્ટને પ્રોત્સાહન આપીએ છીએ. જેમાં સંગીત ની સાથે એક્ટિંગ ડાન્સિંગ જેવા લોકો જે પોતે જીવન માં આગળ વધવા માટે એક ખાસ પ્રકાર નું પ્લેટફોર્મ અમારા પ્રિન્સ સ્વરા ઈન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરું પાડવામાં આવેશે.
વધુમાં પ્રદીપ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં કોઈ પણ ટેલેન્ટેડ કલાકાર માટે જીવન માં આગળ વધવા માટેનું પ્લેટફોર્મ આપીએ છીએ.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.