અબડાસાના કંકાવટીમાં 12 વર્ષીય માસૂમ બાળકે પાણી સમજી ઝેરી દવા પી લેતા મોત

copy image

અબડાસા ખાતે આવેલ કંકાવટીમાં 12 વર્ષીય માસૂમ બાળકે ભૂલથી પાણી સમજી ખેતરમાં છાંટવાની દવા પી લેતા મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તા;20/8ના બપોરના અરસામાં 12 વર્ષીય પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા પોતાના ઘરે હાજર હતો, તે સમય દરમ્યાન આંગણામાં પડેલી ખેતરમાં છાંટવાની દવા ભૂલથી પાણી સમજી પી લીધી હતી. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.