ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને મોટરેબલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે

ggg

 કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી પડેલા ભારે વરસાદના લીધે વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રાપર અને ભચાઉ તાલુકા સહિત કચ્છના વિવિધ રસ્તાઓને રિપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

        કચ્છના રાપર તાલુકાના વામકા લખાવટ રોડને પાણીના ઓવરટોપિંગના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, હવે પાણી ઓસરી જતા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાને રિપેરીંગ કરવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમો કામે લાગી છે. ઝડપથી રોડ મોટરેબલ થાય તે ઉદેશ્ય સાથે ટ્રેકટર, જેસીબીની મદદથી કામગીરી શરૂ કરાઈ છે. માટી અને કપચીની મદદથી રોડ રસ્તાને મોટરેબલ કરવામાં આવી રહ્યા છે તેમ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા જણાવાયું છે.