સમગ્ર ગુજરાતમાં થયેલ ભારે વરસાદના કારણે ખેડુતોને થયેલ નુકશાન અંગેનું પૂરતું વળતર આપી રાહત આપવા મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરાઈ
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા અને ખેડુતોના હમદર્દ રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત મહામહિમ રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી ડો.તુષારભાઈ ચૌધરી સહિત કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ સમગ્ર ગુજરાતમાં પવન સાથે અતિભારે વરસાદ થયેલ છે તેમજ બંગાળની ખાડીમાં ઉદભવેલા ડીપ ડીપ્રેશનની મુખ્ય બિંદુ રાપર તાલુકામાં થતા રણ કાંઠે રણ દરિયામાં પરિવર્તિત થયું હોય તેવા દર્શ્યો જોવા મળ્યા હતા.તેમજ મોટા ભાગના વિસ્તારમાં રોડ રસ્તાઓ , તળાવો , ડેમો તૂટ્યા જેના કારણે ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા.ઉપરાંત સમગ્ર કચ્છ જીલ્લાના તમામ તાલુકા કરતા સૌથી વધુ પ્રમાણમાં રાપર તાલુકામાં ૪૦૭ મીમી જેટલો વરસાદ નોધાયો છે.અતિ ભારે વરસાદથી જગત ના તાત એવા ખેડુતોની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે.જેના કારણે ખેડુતોની રાત-દિવસની કાળી મહેનત પર પાણી ફરી વળ્યું છે જેના લીધે ખેડુતો પર માતમ જેવો માહોલ સર્જાઈ ગયો છે.તેમજ મોટા પ્રમાણમા નુકસાની થયેલ હોઈ માટે ખેતી પ્રધાન દેશમાં ખેડુત હિતને ધ્યાને તાત્કાલીક ધોરણે સર્વે કરી નુકશાની અંગેનું પૂરતા પ્રમાણમાં વળતર આપી રાહત આપવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રી સાથોસાથ કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરી હતી.