“માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને ગુનાની તપાસ કરનાર અધિકારી એચ.આર.જેઠી નાઓએ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૩૯૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૬(૨),૬૨,૫૪ મુજબના ગુના કામેના આરોપી અબ્દુલકાદર રમઝાન સોઢા રહે. રહીમનગર, ભુજ વાળાને પકડી પાડવા માટે સુચના આપેલી જે સુચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, સુનિલભાઇ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી, લાખાભાઇ રબારી તથા વિરમભાઈ ગઢવીનાઓ દ્વારા હકીકતના આધારે તપાસ કરતા મળી આવતા મજકુર આરોપીને એલ.સી.બી કચેરી ખાતે લઇ આવેલ અને ગુના તપાસ કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપી

અબ્દુલકાદર રમઝાન સોઢા રહે. રહીમનગર, ભુજ

કબ્જે કરેલ મુદામાલ

  • ચોરસ પીળા કલરની ધાતુના શંકાસ્પદ નકલી સોનાના બિસ્કિટ નંગ- ૧૦ કિં.રૂ. 00/00