શાળા અને આંગણવાડીઓમાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને કૃમિનાશક દવા આપીને નેશનલ ડી-વોર્મિંગ ડેની ઉજવણી કરાઈ


નેશનલ ડી વોર્મિંગ ડે ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ની આજરોજ સમગ્ર કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સંકલિત બાળ વિકાસ વિભાગના સંકલનથી શાળા અને આંગણવાડીઓમાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને કૃમિનાશક દવા આપી ઉજવણી કરવામાં આવી હતી.
આર્યન બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ખૂબજ અગત્યનું પોષક તત્વ છે. બાળકને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આર્યનની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનુ પ્રમાણ ઘટાડી શકાય અને બાળકના સ્વાસ્થ્ય સુધારાની ગુણવતામાં વધારો થઇ શકે છે. આવા ઉમદા ઉદેશ્યને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા વર્ષમાં બે વાર કૃમિનાશક દવા આપવામા આવે છે. આ માટે દર વર્ષે નેશનલ ડી વોર્મીંગ ડે દ્વારા ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને સામૂહિક રીતે કૃમિનાશક ગોળી આપવામાં આવે છે.
નેશનલ ડી-વોર્મીંગ ડે ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ (ગુરુવાર) જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદશર્ન હેઠળ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ સમગ્ર કચ્છ જિલ્લામાં એક સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંર્તગત શિક્ષણ વિભાગ અને સંકલિત બાળ વિકાસ વિભાગના સંકલનથી કૃમિનાશક સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું. ૧ થી ૧૯ વર્ષના તમામ શાળાએ જતા અને શાળાએ ના જતા તમામ બાળકોને કિશોર – કિશોરીઓને કૃમિનાશક ગોળી (ટેબ્લેટ આલ્બેન્ડા ઝોલ) આપવામાં આવી હતી.
તા.૧૮/૯/રપ (ગુરુવાર)ના રોજ મોકઅપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૧/૦૯/રપ રાઉન્ડમાં બાકી રહેલ બાળકોને જેમાં ૧ થી ૧૯ વર્ષના શાળાએ જતા અને શાળાએ ના જતા બાળકોને કિશોર – કિશોરીઓને કૃમિનાશક ગોળી (ટેબ્લેટ આલ્બેન્ડા ઝોલ) આપવામાં આવશે જેનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.