“Mission Fugitive” અંતર્ગત ગાગોદ૨ પો.સ્ટે.ના પ્રોહીબીશનનાં ગુના કામે નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં “Mission Fugitive” અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હડીકત આધારે ગાગોદર પો.સ્ટે.ગુ.ર.નં. ૦૦૨૬/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઇ, ૧૧૬બી, ૯૮(૨) મુજબનાં ગુના કામે નીચે જણાવેલ નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડી કાયદેસ૨ની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર
પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ
(૧) ઉમારામ સ/ઓ તુલસીરામ જાટ ઉ.વ. ૨૭ રહે. બામ્બુઓકી ઢાણી આડેલ તા.ગુડામલાણી જી.બાડમેર રાજસ્થાન
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.