ભારતીય બનાવટનો વિદેશીદારૂ કિંમત રૂપિયા ૧.૨૯, કરોડનો જથ્થો પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB, પશ્ચિમ કચ્છ ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ તથા એ.એસ. આઈ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, મયુરધ્વજસિંહ જાડેજા, મુળરાજભાઈ ગઢવી. લીલાભાઇ દેસાઇ, રાજદિપસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા. જીવરાજી ગઢવી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજા તથા ડ્રા. ભાવેશભાઈ ખટાણાનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા. માંડવી તથા જીતુભા મંગલસિંહ સોઢા રહે. ગામ ખાનાય તા.અબડાસા વાળાઓ તેના સાગરીત જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ રહે નવાવાસ, ગળપાદર, તા.ગાંધીધામ વાળા સાથે મળીને પોતાના આર્થિક લાભ માટે ગુન્હાહીત કાવતરું રચી ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદો અમલમાં હોવાનું જાણવા છતાં પંજાબ રાજ્યમાં બેઠેલ તેમના સાગરીતો મારફતે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટાપ્રમાણમાં જથ્થો મંગાવી સંબધિત દારૂનો જથ્થો નવુભા ખેતુભા જાડેજા રહે. ગામ ખોભડી નાની, તા.નખત્રાણા વાળાની માલિકીની પ્લેટ ફોર્મ ટ્રેઈલર જેના આર.ટી.ઓ. રજીસ્ટેશન નંબર- GJ 12 CT 2230 વાળી પર એક 40 ફૂટનું કન્ટેનર જેના નંબર- “EITU 1163855” (5) વાળામાં ગેરકાયદેસર રીતે વગર પાસપરમીટે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી લઈ કન્ટેનરને સીલ મારી ગેરકાયદેસર રીતે પરિવહન કરી તે કન્ટેનર મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામની સીમમાં આવેલ “શ્રીરામ યાર્ડ’ માં ચોરીછુપી રીતે લાવી કલ્મારની મદદથી ટ્રેઈલર માંથી નીચે ઉતારી યાર્ડમાં રાખવામાં આવેલ છે અને હાલે આ કન્ટેનર યાર્ડમાં દારૂ ભરેલ હાલતમાં પડેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૩૪૯/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫-(એ)(ઈ),૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ (કલ્લે કિં.રૂ. ૧,૩૧,૧૦,૮૦૦/-)
- ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ- ૩૫૦૪ .३.३८,३८,८००/-
- અલગ- અલગ બ્રાન્ડના બીયરના ટીન નંગ – ૪૩૨૦૦ કિં.રૂ. ૯૦,૭૨,૦૦૦/-
- ગુન્હા કામે પ્રોહીબીશનના મુદ્દામાલની હેફરેફર માટે ઉપયોગમાં લિધેલ કન્ટેનર નંબર- “EITU 1163855” (5) કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ કિં.રૂ. 00/-
- હાજર નહી મળી આવેલ આરોપીઓ
યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા.માંડવી (લીસ્ટેડ બુટલેગર)
જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા રહે. ખાનાય તા.અબડાસા કચ્છ. (લીસ્ટેડ બુટલેગર)
- જયદિપસિંહ રવતુસિંહ રાઠોડ રહે. નવાવાસ, ગળપાદર તા.ગાંધીધામ
- GJ 12 CT 2230 ટ્રેઈલરના માલીક નવુભા ખેતુભા જાડેજા રહે. ગામ ખોભડી નાની તા.નખત્રાણા